સાન ડિએગોની એસી હોટેલ માટે પીચટ્રીએ $40 મિલિયન CPACE ધિરાણ મંજૂર કર્યુ

પીચટ્રી ગ્રૂપે તાજેતરમાં BLG સાન ડિએગો LLC ને 147 રૂમની AC હોટેલ સાન ડિએગો ડાઉનટાઉન ગેસલેમ્પ ક્વાર્ટર માટે $40-મિલિયન રેટ્રોએક્ટિવ કોમર્શિયલ પ્રોપર્ટી એસેસ્ડ ક્લીન એનર્જી લોન જારી કરી છે. પીચટ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ધિરાણના લીધે BLGને કેલિફોર્નિયા સ્થિત પ્રિફર્ડ બેંક અને E.Sun કોમર્શિયલ બેંક સાથેની તેની લોનને $20 મિલિયનથી ઓછી કરવામાં સફળતા મળી છે, જેનાથી બેંકોના એક્સપોઝરમાં ઘટાડો થયો છે.

પીચટ્રી ગ્રૂપના મેનેજિંગ પ્રિન્સિપાલ/સીઈઓ ગ્રેગ ફ્રાઈડમેને જણાવ્યું હતું કે, “આ નવીન મૂડીરચનાએ તાત્કાલિક નાણાકીય દબાણોને નોંધપાત્ર રીતે દૂર કર્યા છે, જે હોટલને તેના પ્રારંભિક વર્ષોના ઓપરેશન દરમિયાન નક્કર રોકડ પ્રવાહ પાયો સ્થાપિત કરવામાં સક્ષમ બનાવે છે.”

પીચટ્રીના આગેવાન ફ્રીડમેન છે, જેમાં જતીન દેસાઈ મેનેજિંગ પ્રિન્સિપાલ અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અને મિતુલ પટેલ પ્રિન્સિપાલ છે.

CPACE ધિરાણ 30 કરતાં વધુ વર્ષોમાં ઋણમુક્તિ કરવામાં આવે છે, જેમાં પ્રથમ વર્ષ માટે કોઈ ચૂકવણીની જરૂર નથી, ત્યારબાદ પાંચ વર્ષ માટે માત્ર વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે.

“જ્યારે અમે માર્ચ 2023 માં એસી હોટેલ સાન ડિએગો ડાઉનટાઉન ગેસલેમ્પ ક્વાર્ટર ખોલ્યું, ત્યારે હોસ્પિટાલિટી ફંડામેન્ટલ્સ વચ્ચે નોંધપાત્ર ડિસ્કનેક્ટ હતું, જે મજબૂત છે, ખાસ કરીને સાન ડિએગોમાં, જ્યારે ડેટ માર્કેટ્સ અર્થપૂર્ણ રીતે કથળી રહ્યા હતા,” એમ ન્યૂજર્સીમાં બ્રાઈડ ગ્રુપના સ્થાપક, ચેરમેન અને સહ-સીઈઓ બ્રાડ હોનિગફેલ્ડે જણાવ્યું હતું. “ફેડની કડક પ્રક્રિયા અને વધતા ભંડોળના દરોએ ઋણ મેળવવાના ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે.”

નવી હોટેલ ડાઉનટાઉન સાન ડિએગોના ગેસલેમ્પ ક્વાર્ટરમાં છે, જે તેની રેસ્ટોરાં, દુકાનો અને નાઇટલાઇફ માટે જાણીતી છે.

હોનિગફેલ્ડે જણાવ્યું હતું કે, “અમારી હોટેલને તેના સ્થાનથી ફાયદો થઈ રહ્યો હતો અને તેના મૂળ અન્ડરરાઈટિંગ પ્રમાણે કામગીરી બજાવી રહી હતી, પરંતુ ઋણખર્ચ રોકડપ્રવાહને અસર કરી રહ્યો હતો,” એમ હોનિગફેલ્ડે જણાવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *